વલ્લભભાઈ સવાણી
પ્રમુખ શ્રી માનસી એજ્યુકેશન ટ્રસ્ટ

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો એકમાત્ર ઉદ્દેશ

કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિના મૂળમાં તેની શિક્ષણ વ્યવસ્થા ઉપર રહેલી હોય છે શિક્ષણની ગુણવત્તા અધ્યાપકોની સૂઝ, સમજ અને નિષ્ઠા ઉપર આધાર રાખે છે આજના ૨૧ મી સદીમાં વિદ્યાર્થીઓને જ્ઞાન અને માહિતીના પોટલાં બંધાવવાનો અને ભણાવવાનો નહીં પરંતુ સ્વયં ભણતા કરવાનો છે.

વિદ્યાર્થીઓમાં સુટેવો, સદાચાર, ચારિત્ર્ય ઘડતર, રાષ્ટ્રપ્રેમ, પ્રેમ, કરુણા, ભાઈચારો, નૈતિક મૂલ્યો વગેરે જેવા કૌશલ્યો ખીલવા એ જ શિક્ષણની પરિભાષા છે.