મૈત્રી સવાણી
ટ્રસ્ટીશ્રી, પી. પી. સવાણી સ્કૂલ

કેળવણી…

કેળવણી દ્વારા જીવનને સંઘર્ષની રીતે નહીં પણ એક ઉત્સવ તરીકે જીવતા શીખવે જીવન માત્ર હરીફાઈ ન બને આનંદ પણ હોય, ગાયન, નૃત્ય, કાવ્ય, સંગીત, ચિત્રકળા, ટેકનોલોજી, વિજ્ઞાન, પ્રકૃતિ, પર્યાવરણ, સામાજિક જીવન આ બધું જ દુનિયામાં ઉપલબ્ધ છે. શિક્ષણ તમને આ બધા સાથે તાલ બંધ થવા તૈયાર કરે. સાચુ શિક્ષણ તો તમને શીખવશે કે કેવી રીતે તમે સ્વયં માટે ઉપલબ્ધ બનો.

પ્રમાણિક પણે તમે અદ્વિતીય છો…તમારા જેવું અન્ય કોઈ નથી, હતું પણ નહીં અને થશે પણ નહીં.