શ્રી જયંતીભાઈ વસાણી
આચાર્યશ્રી, પી. પી. સવાણી સ્કૂલ

શિક્ષકનો અર્થ શું થાય? શિક્ષક તો છે જ્યોતિર્ધર. 

અંગ્રેજીમાં શિક્ષક માટે Teacher શબ્દ છે જ્યારે સંસ્કૃતમાં શિક્ષક માટે ગુરુ શબ્દ છે.

ગુરુ એ બે અક્ષરોનો બનેલો શબ્દ છે. ગુ અને રૂ . ગુ એટલે અંધકાર અને રૂ એટલે એવો પ્રકાશ જે અંધકારને દૂર કરે છે. શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જોતા ગુરુનો અર્થ થાય છે, અંધકારને દૂર કરનાર.

શિક્ષક કરતાં પથદર્શક શબ્દ ગુરુને માટે યોગ્ય ગણાવી શકાય. આપણા મહાન દેશભક્તો અને શિક્ષણવિદોએ રાષ્ટ્ર નિર્માણ માટે અને શિક્ષણક્ષેત્રે જે મહત્વનું કાર્ય કર્યું હતું એ રાષ્ટ્ર ઘડતર માટે પાયા રૂપ હતું. અત્યારના શિક્ષણ ક્ષેત્રનું ચિત્ર કેવું છે? રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું પ્રદાન શું છે? શા માટે તેમને જ્યોતિર્ધર તરીકે ગણવામાં આવે છે? આ મહત્વના પ્રશ્નો અંગે આપણે વિચારવાનું છે અને સમજવાનું છે.

અંતમાં સાચો શિક્ષક, સાચો ગુરુ ખરેખર તો એ જ કહેવાય કે આપણને અંધકાર અને અજ્ઞાન માંથી દિવ્ય પ્રકાશમાં લઈ જાય છે અને આપણને આત્મજ્ઞાન કરાવે છે.