મૈત્રી સવાણી
ટ્રસ્ટીશ્રી, પી. પી. સવાણી સ્કૂલ
કેળવણી…
કેળવણી દ્વારા જીવનને સંઘર્ષની રીતે નહીં પણ એક ઉત્સવ તરીકે જીવતા શીખવે જીવન માત્ર હરીફાઈ ન બને આનંદ પણ હોય, ગાયન, નૃત્ય, કાવ્ય, સંગીત, ચિત્રકળા, ટેકનોલોજી, વિજ્ઞાન, પ્રકૃતિ, પર્યાવરણ, સામાજિક જીવન આ બધું જ દુનિયામાં ઉપલબ્ધ છે. શિક્ષણ તમને આ બધા સાથે તાલ બંધ થવા તૈયાર કરે. સાચુ શિક્ષણ તો તમને શીખવશે કે કેવી રીતે તમે સ્વયં માટે ઉપલબ્ધ બનો.
પ્રમાણિક પણે તમે અદ્વિતીય છો…તમારા જેવું અન્ય કોઈ નથી, હતું પણ નહીં અને થશે પણ નહીં.

બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનો સમન્વય સાધી આદર્શ નાગરિકનું ઘડતર કરવા ૩ H કેળવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં હેન્ડ, હેડ અને હાર્ટ અર્થાત શિક્ષણ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થીઓ…
હેન્ડ અર્થાત હાથ: હાથ દ્વારા કંઈક નવું સર્જન કરીને આજીવિકા મેળવી શકે.
હેડ અર્થાત માથું: વિદ્યાર્થી પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે.
હાર્ટ અર્થાત હ્દય: કેળવણીનું મુખ્ય હેતુ જ હૃદય પરિવર્તન અર્થાત બાળકોમાં માનવતા, દયા, કરુણા, પ્રેમ, ભાઈચારો, રાષ્ટ્રપ્રેમ વગેરે જેવા ગુણોનો વિકાસ થાય ત્યારે જ સાચી કેળવણી પ્રાપ્ત કરી કહેવાય.
Slide 1
Slide 2
Slide 3
પી. પી. સવાણી સ્કૂલ આપ સૌ નું સ્વાગત કરે છે.
માનસી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પી. પી. સવાણી સ્કૂલ ૨૦૧૩ થી વિદ્યાર્થીઓનું ઘડતર અને આદર્શ નાગરિકનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શાળાનો હેતુ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા સાથે વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક, માનસિક અને શારીરિક વિકાસ કરી આવતીકાલના જવાબદાર નાગરિક તૈયાર કરી રાષ્ટ્રનિર્માણમાં પોતાનો યોગ્ય ફાળો આપી શકે અને સમાજમાં પોતાનું યોગ્ય પ્રદાન આપીને એક આદર્શ વ્યક્તિની ભૂમિકા અદા કરે તેવો રહ્યો છે.
બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું ઘડતર કરી બાળકની સર્જનાત્મક શક્તિને ખુલ્લુ આકાશ મળી રહે અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા નેતૃત્વ કેળવે તેવું સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરવાનું છે.
Activities
શાળાના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ
No posts found!
વલ્લભભાઈ સવાણી
પ્રમુખ શ્રી માનસી એજ્યુકેશન ટ્રસ્ટ
વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો એકમાત્ર ઉદ્દેશ
કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિના મૂળમાં તેની શિક્ષણ વ્યવસ્થા ઉપર રહેલી હોય છે શિક્ષણની ગુણવત્તા અધ્યાપકોની સૂઝ, સમજ અને નિષ્ઠા ઉપર આધાર રાખે છે આજના ૨૧ મી સદીમાં વિદ્યાર્થીઓને જ્ઞાન અને માહિતીના પોટલાં બંધાવવાનો અને ભણાવવાનો નહીં પરંતુ સ્વયં ભણતા કરવાનો છે.
વિદ્યાર્થીઓમાં સુટેવો, સદાચાર, ચારિત્ર્ય ઘડતર, રાષ્ટ્રપ્રેમ, પ્રેમ, કરુણા, ભાઈચારો, નૈતિક મૂલ્યો વગેરે જેવા કૌશલ્યો ખીલવા એ જ શિક્ષણની પરિભાષા છે.

This contact form is created using Everest Forms.
[everest_form id=”287″]