શ્રી રાકેશ રાઈ
ડાયરેક્ટરશ્રી, પી. પી. સવાણી સ્કૂલ
“કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ…”
કેળવણી શું છે?
શું તે ગ્રંથોનો અભ્યાસ છે? ના
શું તે વિવિધ પ્રકારનું જ્ઞાનછે? તે પણ નથી
શું તે ઈચ્છા શક્તિના પ્રવાહની અભિવ્યક્તિ છે?
શું એ કેળવણી છે, કે જે મનુષ્યને ધીરે ધીરે યંત્ર જેવો બનાવે છે?
શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઈચ્છા શક્તિનો ઉપયોગ કરવાની તાલીમ.
શિક્ષણ એટલે તમારા મસ્તિષ્કમાં ભરવામાં આવેલી સમગ્ર જીવન સુધી પરચા વિના પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં.
સ્વામી વિવેકાનંદે બહુ સરસ કહ્યું છે કે આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા, વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં સારી રીતે ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઇબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.
